ખડગેનું રાજ્યસભામાં વિપક્ષના નેતા પદેથી રાજીનામું, તેમના સ્થાને બે નામો ચર્ચાયા

  • 2 years ago
કોંગ્રેસમાં અધ્યક્ષ પદની ચૂંટણીને લઈ રસાકસી ચાલી રહી છે. આ પદની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ અને શશિ થરૂર છે, ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપી દીધું છે. ખડગેએ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના અધ્યક્ષ પદ માટે ઉમેદવારી પત્ર ભર્યાના એક દિવસ બાદ આ નિર્ણય કર્યો હતો.

Recommended