ઇમરાન ખાનનો ઑડિયો લીક, સત્તાથી હટાવવા માટે વિદેશી ષડયંત્ર જવાબદાર!

  • 2 years ago
દીવાલોને પણ કાન હોય છે. આ કહેવત હવે પાકિસ્તાનમાં સાચી સાબિત થઈ રહી છે. કારણ કે અહીં હાઈપ્રોફાઈલ લોકોના ઓડિયો લીક થઈ રહ્યા છે. આ પહેલા વડાપ્રધાન શાહબાઝ શરીફનો એક ઓડિયો લીક થયો હતો. હવે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન સાથે જોડાયેલો એક ઓડિયો લીક થયો છે. આ ઓડિયો ક્લિપ મુજબ ઈમરાન વિદેશી ષડયંત્રના મુદ્દાને કેવી રીતે આગળ લઈ જવો તેની યોજના બનાવી રહ્યા છે. ઓડિયો ક્લિપમાં, ઈમરાન ખાનને તેના તત્કાલીન મુખ્ય સચિવ આઝમ ખાનને યુએસ સાઈફર પર રમવાનું કહેવામાં આવે છે.