‘અસલી શિવસેના’ મુદ્દે સુપ્રીમમાં સુનાવણી, ઉદ્ધવ ઠાકરે જૂથને ફટકો

  • 2 years ago
શિંદે જૂથે પંચને અપીલ કરી છે કે તેને પાર્ટીના મોટાભાગના સાંસદો અને ધારાસભ્યોનું સમર્થન હોવાથી તેને પાર્ટીનું ચૂંટણી ચિન્હ 'ધનુષ અને તીર' મળવું જોઈએ. તેની સામે ઉદ્ધવ જૂથે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલ-પાથલ જોવા મળી રહી છે, ત્યારે હાલ ‘અસલી શિવસેના’ના દાવાને કોર્ટમાં પડકારાતા સુપ્રીમ કોર્ટે આજે સુનવાણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે મંગળવારે શિવસેનાના ચૂંટણી ચિન્હ પર સુનાવણી હાથ ધરી હતી. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના શિવસેનાના જૂથે ચૂંટણી પંચને આ મામલે કાર્યવાહી કરતા રોકવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રી એકનાથ શિંદેની તરફેણમાં ચુકાદો આપ્યો અને ચૂંટણી પંચની કાર્યવાહી પર રોક લગાવવાનો ઇનકાર કર્યો. હવે ચૂંટણી પંચ શિવસેનાના ચિહ્ન પર તેની કાર્યવાહી આગળ વધારી શકે છે. કોર્ટની બંધારણીય બેંચે આ મામલે છેલ્લી સુનાવણી 7 સપ્ટેમ્બરે કરી હતી.