ચીનમાં લશ્કરી બળવો, જિનપિંગ નજરકેદ, કિયાઓમિંગ નવા રાષ્ટ્રપતિ બન્યાના અહેવાલોમાં કેટલું સત્ય?

  • 2 years ago
હાલ સોશિયલ મીડિયા પર ચીન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ખૂબ જ છવાયા છે. સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર ગરમ થયું છે. સોશિયલ મીડિયા પર ચીનમાં લશ્કરી બળવો, શી જિનપિંગ ઘરમાં નજરકેદ તેમજ જનરલ લી કિયાઓમિંગ આગામી રાષ્ટ્રપતિ હોવાના અહેવાલો વહેતા થયા છે. ચીનમાં સત્તાપલટાના સમાચાર શનિવારથી સોશિયલ મીડિયા પર સતત શેર કરવામાં આવી રહ્યા છે. કેટલાક કહી રહ્યા છે કે 80 કિલોમીટર લાંબો કાફલો બેઇજિંગ માટે રવાના થયો છે, તો કેટલાક કહી રહ્યા છે કે ચીની સૈનિકો જિનપિંગના આદેશનું પાલન કરી રહ્યા નથી. કોઈએ તો એમ પણ લખ્યું કે જિનપિંગને નજરકેદ કરવામાં આવ્યા છે.

Recommended