વાઘોડિયામાંથી ગાંજા અને અફીણના જથ્થા સાથે MPનો યુવક ઝડપાયો

  • 2 years ago
વાઘોડિયા તાલુકાના લીમડા ગામની પ્રાથમિક શાળા પાછળ ભાથુજી મંદિરની બાજુની ઓરડીમાં રહેતા મધ્યપ્રદેશના યુવકને અફીણ અને ગાંજાના જથ્થા સાથે એસઑજીની ટીમે પકડ્યો હતો.યુવક પાસે 745 ગ્રામ અફીણ અને 800 ગ્રામ ગાંજો મળી કુલ રૂ.1.15 લાખનો મુદ્દા માલ જપ્ત કરાયો હતો.