કેવા રહ્યા ગોટાબાયા રાજપક્ષેના છેલ્લા 51 દિવસ ?

  • 2 years ago
શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે શુક્રવારે થાઈલેન્ડથી કોલંબો પરત ફર્યા હતા અને આ પ્રસંગે બંદરનાઈકે એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશમાં અભૂતપૂર્વ આર્થિક સંકટને કારણે રાજીનામાની માંગણીના વિરોધ વચ્ચે રાજપક્ષે વિદેશ ભાગી ગયા હતા. 51 દિવસ બાદ રાજપક્ષે કડક સુરક્ષા વચ્ચે બેંગકોકથી સિંગાપુર થઈને કોલંબો પહોંચ્યા હતા. એરપોર્ટ પર પાર્ટીના નેતાઓ અને મંત્રીઓએ તેમનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું. શ્રીલંકન સરકાર તરફથી સ્પેશલ સુરક્ષા વ્યવસ્થા અને બંગલો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.