ભડકાઉ ભાષણનો કેસ । UPના CM સામે કેસ ચલાવવાની અરજી સુપ્રીમે ફગાવી

  • 2 years ago
વર્ષ 2007માં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભડકાઉ ભાષણ કર્યા હોવાની ઘટના બની હતી. આ ભડકાઉ ભાષણ અંગે કેસ થયો હતો, જે અંગે સુપ્રીમ કોર્ટે તેમની સામે કેસ ચલાવવાની અરજી ફગાવી દીધી છે. આ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે ફેબ્રુઆરી 2018માં પોતાનો ચુકાદો સંભળાવતા યોગી સામે કેસ ચલાવવાની મંજુરી આપવામાં આવી ન હતી, ત્યારબાદ આ કેસને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો હતો.