વડોદરામાં ગણેશ વિસર્જન માટે કુત્રિમ તળાવ બનાવવાનું શરુ

  • 2 years ago
ગુજરાતભરમાં ગણેશ ઉત્સવનો થનગનાટ ચાલી રહ્યો છે. ભક્તો ઉમળકાભેર ઉત્સવની રાહ જોઈ રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ અને કોર્પોરેશન તંત્ર સજ્જ બન્યું છે અને પ્રતિમા વિસર્જનને લઇ ચાર ઝોનમાં ચાર તળાવ બનાવવાની કામગીરી પૂર્ણતાને આરે પહોંચી છે. વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ અને પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગણેશ મંડળો સહિત કોર્પોરેશન તંત્ર પણ તૈયારીઓમાં વ્યસ્ત થયું છે. વિઘ્નહર્તા ગજાનંદ ગણપતિ દાદાનું સંસ્કારી નગરીમાં વાજતે ગાજતે પ્રતિમાઓનું વિસર્જન થનાર હોય કોર્પોરેશન તંત્ર દ્વારા શહેરના ચાર ઝોનમાં ચાર કૃત્રિમ તળાવ બનાવવાની તળામાર તૈયારીઓ હાથ ધરી છે જેને ભાગરૂપે આજે શહેર મધ્યમાં આવેલ નવલખી તળાવને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આજે કૃત્રિમ તળાવમાં પ્લાસ્ટિક પાથરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આવતીકાલથી તળાવમાં પાણી ભરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવનાર છે. નવલખી કૃત્રિમ તળાવ હાલ 5,000 સ્ક્વેર મીટરમાં 10 ફૂટ ઊંડાઈમાં તૈયાર કરવામાં આવ્યું છે.

Recommended