ઉધના સ્થિત કેમિકલ ગોડાઉનમાં આગ ભડકી ઉઠતા ભાગદોડ મચી

  • 2 years ago
સોમવારે સવારે 11:35 વાગે ઉધના મેઈન રોડ પર ગુરુદ્વારાની ગલીમાં આવેલા ગણેશ એન્ડ કંપની નામના કેમિકલના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળ્યો હતો. આગ કેમિકલના ગોડાઉનમાં ભડકી હોવાથી માનદરવાજા, ભેસ્તાન, મજૂરા અને ડિંડોલી ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે એકાદ કલાકની જહેમત બાદ આગ પર સંપુર્ણ કાબુ મેળવવા સાથે પરિસ્થિતિ થાળે પાડી હતી.

Recommended