‘તો જગદીશ ઠાકોર સવાલ પૂછવાની જગ્યાએ હર્ષ સંઘવીના માથે સાફો બાંધશે’

  • 2 years ago
ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે આજે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી હતી. થોડા દિવસ અગાઉ દેશની તિજોરી પર પ્રથમ હક્ક લઘુમતીઓનો નિવેદન

આપવાના કારણે વકરેલા વિવાદ પર જગદીશ ઠાકોરે સ્પષ્ટતા કરી છે. જેમાં તેમણે જણાવ્યું કે, લઘુમતી એટલે માત્ર મુસ્લિમો જ નહી, શીખ, બૌદ્ધ તેમજ પારસી સૌ કોઈ

હોય. આ સિવાય કોંગ્રેસ અધ્યક્ષે પેપર લીક, લઠ્ઠાકાંડ, રખડતા ઢોર, દારુબંધી જેવા અનેક પ્રશ્નો પર ખુલ્લામને જવાબ આપ્યા હતા.

દારુબંધી પર પ્રશ્નનો જવાબ આપતાં જગદીશ ઠાકોરે જણાવ્યું કે, અત્યાર ગુજરાતમાં મોબાઈલથી દારુની ડિલીવરી ગમે ત્યાં થાય તેવી સિસ્ટમ ચાલી રહી છે. દારુના

કન્ટેનરો ગુજરાતમાં ઠલવાઈ રહ્યાં છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને પણ મેં વિનંતી કરી હતી કે, આ બાબતે મર્દાનગી

બતાવો. એવી જગ્યાઓ હુ જાણું છે, 50 થી 100 ગાડીઓમાં કટિંગ થઈને દારુ લઈને જતુ રહે છે. હર્ષ સંઘવીએ કહેવું જોઈએ કે, જગદીશ ઠાકોર તમે તૈયારી રાખજો અને ત્યાં રેડ કરાવીશુ. જો આમ કરશે તો જગદીશ ઠાકોર હર્ષ સંઘવીને સવાલ પૂછવાની જગ્યાએ તેમના માથા પર સાફો બાંધશે.