રામ રાખે તેને કોણ ચાખે, કાર ફિલ્મીઢબે પલ્ટી થઇ છતાં બધા બચી ગયા

  • 2 years ago
બનાસકાંઠાના થરાદ ધાનેરા હાઈવે પર અકસ્માત થયો છે. જેમાં થરાદના ભોરડુ નજીક પૂર ઝડપે આવી રહેલી કાર પલ્ટી ગઇ હતી. તેમાં પેટ્રોલ પંપ આગળ બાઈકને બચાવવા જતા કાર

પલટી ગઇ હતી. તેમજ કારમાં સવાર ત્રણ લોકોનો આબાદ બચાવ થયો છે. તથા અકસ્માતની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે.

થરાદ ધાનેરા હાઇવે અકસ્માત સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા થરાદના ભોરડુ નજીક પૂર ઝડપે આવી રહેલી ગાડી ફિલ્મીઢબે પલ્ટી ખાઇ ગઇ હોય તેવું દેખાય છે. જેમાં ભોરડૂ

પેટ્રોલ પંપ આગળ મોટરસાયકલને બચાવવા જતાં કાર પલ્ટી ગઇ હતી. જેમાં ગાડીમાં સવાર ત્રણ વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો. તેમજ ભોરડું નજીક આવેલ પેટ્રોલપંપ પર

લગાવેલ સી.સી.ટી.વી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી. તથા ઘટનાને પગલે લોકોના ટોળાં એકત્રિત થઈ ગયા હતા.

Recommended