વડોદરામાં મારફતિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ITનો દરોડો

  • 2 years ago
શહેરના જેતલપુર રોડ વિસ્તારના મારફતિયા સ્ટોક બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજે ઇન્કમટેક્સ વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. વડોદરા બહારથી આવેલી ઇન્કમટેક્સ વિભાગની ટીમે જેતલપુર રોડ વિસ્તારમાં મારફતિયા સ્ટોક બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સવારે રેડ કરી હતી. સુરત આરટીઓ રજીસ્ટ્રેશનની પાંચ ઇનોવા ગાડીઓમાં ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ વડોદરા આવી પહોંચ્યા હતા. આ ટીમ મુંબઈથી આવી હોવાનું જણાવાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સેબિની ટીમ દ્વારા થોડા મહિના અગાઉ મારફતિયા સ્ટોક બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તપાસ કરવામાં આવી હતી. જોકે, આ કાર્યવાહી અંગે સત્તાવાર માહિતી મળી નથી.

Recommended