દારૂમાં 99 ટકા મિથાઇલ કેમિકલ મળ્યું: DCP

  • 2 years ago
કથિત લઠ્ઠાકાંડ મામલે મોટો ખુલાસો થયો છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી જયેશ અને સંજય કૌટુંબિક સંબધી છે. તથા ફેકટરી માલિક સમીર પટેલની ચાલી

પૂછપરછ રહી છે. તેમજ 5 મહિનાથી જયેશ મિથેનોલની ચોરી કરતો હતો. તેમાં થોડું થોડું કરીને 600 લીટર કેમિકલ ચોરી કર્યું હોવાની માહિતી સામે આવી છે.

33 રૂપિયા લીટરનું કેમિકલ રૂ.150થી 200માં વેચ્યું

ઉલ્લેખનીય છે કે 33 રૂપિયા લીટરનું કેમિકલ રૂ.150થી 200માં વેચ્યું હોવાનું માહિતી છે. તથા જયેશે 40 હજાર રૂપિયાનું કેમિકલ મોકલ્યુ હતો. રૂપિયા 1500 ભાડા રૂપે લીધા હતા. તેમાં

જયેશ અને બંટી મુખ્ય આરોપી છે. તેમજ ક્રાઈમ બ્રાન્ચે રૂપિયા 41500 રિકવર કર્યા છે. ફેકટરી માલિક સમીર પટેલની પૂછપરછમાં ખબર પડી છે કે છેલ્લા 5 મહિનાથી જયેશ મિથેનોલની

ચોરી કરતો હતો. જેમાં બેરલમાંથી થોડું થોડું કરીને 6૦૦ લીટર કેમિકલ ચોરી કર્યું હોવાની માહિતી આપી હતી. તેમજ જયેશના પિતા રમેશ અને જીતેન્દ્રની પણ પૂછપરછ ચાલી રહી છે.

આરોપી જયેશ અને સંજય કૌટુંબિક સંબધી

જેમાં લઠ્ઠાકાંડ મામલે DGP આશિષ ભાટીયાએ જણાવ્યું છે કે તપાસ દરમિયાન કેમિકલ દારૂ પીધો હોવાની માહિતી મળી છે. તથા 24 કલાકની અંદર આરોપીઓની ઓળખવિધી થઇ છે.
460 લીટર કેમિકલ જપ્ત કરવામાં આવ્યું છે. તથા દારૂમાં 99 ટકા મિથાઇલ કેમિકલની માત્રા મળી છે. તેમજ આમોસ નામની કંપનીમાં જયેશ નામના શખ્સે દારૂ મુક્યો હતો. જેમાં જયેશ

અને સંજય નામના શખ્સોએ દારૂ સપ્લાય કર્યો હતો. તથા 600 લીટરમાંથી પિન્ટુને 200 લીટર કેમિકલ આપ્યું હતુ.

આરોપી જયેશ અને સંજય કૌટુંબિક સંબધી

પિન્ટુએ આગળ 200 લીટરમાંથી અન્ય લોકોને સપ્લાય કર્યું છે. તથા મિથાઇલ કેમિકલનો ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ થાય છે. કુલ 28 લોકોનાં મોત થયા છે. જેમાં અન્ય બે લોકોની હાલત

અત્યંત નાજૂક છે. તેમજ કેમિકલની ચોરી કરીને સપ્લાય કરવામાં આવ્યું છે. 40 હજાર રૂપિયામાં 600 લીટર કેમિકલ વેંચાયુ છે. ત્રણ લોકોની કમિટી કેમિકલ કાંડની તપાસ કરશે. જેમાં

IPS અધિકારી સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં કમીટી બનાવાઈ છે. તથા સરપંચની ફરિયાદ બાદ પોલીસે 6 વખત રેડ કરી છે.