કંપનીમાં મિથેનોલ અને કેમિકલના નામે ઝેર બનાવાતું

  • 2 years ago
લઠ્ઠાકાંડને લઈ સંદેશ ન્યૂઝ પર સૌથી મોટો ખુલાસો થયો છે. જેમાં AMOS કંપની દ્વારા ઝેર બનાવવામાં આવતું હતું. તથા મિથેનોલ અને કેમિકલના નામે ઝેર બનાવાતું હતું. તેમજ
ઝેર બનાવતી લેબ સુધી સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે. જેમાં કંપનીની અંદર ખુફિયા લેબ ચાલતી હતી. તથા લેબમાં અનેક પ્રકારના કેમિકલ બનાવાતા હતા.

કંપનીની અંદર ચાલતી હતી ખુફિયા લેબ

ઉલ્લેખનીય છે કે લેબમાં ખુફિયા રીતે કેમિકલ બનાવવામાં આવતું હતું. તથા કેમિકલનું પેકેજીંગ પણ અંદર જ કરવામાં આવતું હતું. તેમજ કંપની લાઈસન્સ વગર ચાલતી હતી. જેમાં

ધંધૂકા-બરવાળામાં ઝેરી દારૂ પીવાથી 27નાં મોત થયા છે. તેમાં બરવાળા તાલુકાના 18 અને ધંધુકા તાલુકાના 9 લોકોનાં મોત થયા છે. તથા બોટાદના રોજિંદ ગામના 5 લોકોના મોત,

ચદરવા ગામનાં 2 અને દેવગણા ગામના 2ના મોત, ધંધુકા તાલુકાનાં આકરૂં ગામના 3 લોકોના મોત, અણીયાલી ગામનાં 2 અને ઉચડી ગામના 2ના મોત, વેજળકામાં 2 અને પોલારપુરમાં

1નું મોત તથા અન્ય ગામના 8 લોકોનાં મોત થયા છે.

બોટાદ લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી ઝડપાયો

તેમજ મિથેલોનનો ઉપયોગ દેશી દારુ બનાવવામાં થયો હતો. તેમાં પીપળજની AMOS કંપનીમાંથી મિથેલોન ખરીદાયું હતું. જેમાં AMOS કંપની ગેરકાયદે હોવાનું પ્રાથમિક અનુમાન
છે. તથા AMOS કેમિકલ કંપની પાસે હેલ્થ વિભાગનું લાઇસન્સ નથી