વરસાદી માહોલ વચ્ચે માઉન્ટ આબુનો આહલાદ્દક નજારો, સહેલાણીઓ ઉમટ્યા

  • 2 years ago
ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના ગિરી મથક માઉન્ટ આબુમાં પણ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. વરસાદી માહોલ વચ્ચે માઉન્ટ આબુમાં સહેલાણીઓ લટાર મારવા હોટલની બહાર નીકળ્યા છે. આજે રવિવારની રજા હોવાથી મોટી સંખ્યામાં સહેલાણીઓ માઉન્ટ આબૂ આવેલા છે. જેઓ વરસાદી માહોલ વચ્ચે સર્જાયેલા કુદરતી દ્રશ્યો તેમજ લીલાછમ પર્વતોના મનોરમ્ય નજારાનો લુપ્ત ઉઠાવતા જોઈ શકાય છે.