ગીરથી દૂર ગામડામાં મકાનની છત પર આરામ ફરમાવતા ‘વનરાજા’

  • 2 years ago
ગીર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. એક તરફ ગીરના જંગલમાં સિંહો વેકેશન માણી રહ્યાં છે અને પ્રવાસીઓ માટે અભ્યારણ્યના દરવાજા બંધ છે. બીજી તરફ વનરાજા જંગલથી દૂર માનવ વસ્તીમાં આવી ચડ્યાં છે. કોડીનારના આલિદર ગામે રહેતા કૌશિકભાઈની વાડીના મકાનની છત પર આરામ ફરમાવતા વનરાજાને ખેડૂતો પોતાના કેમેરામાં કેદ કર્યાં છે.