ઈસનપુરના પબ્લિક ગાર્ડનમાં સ્થાનિક ટપોરીઓની સરેઆમ હુક્કા પાર્ટી

  • 2 years ago
અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલા કોર્પોરેશનના ગાર્ડનમાં સ્થાનિક ટપોરીઓ દ્વારા સરેઆમ ટપોરીઓ દ્વારા હુક્કા પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, 4 થી 5 નશેડી યુવાનો હુક્કા પાર્ટી માણી રહ્યાં છે. કોઈ જાગૃત નાગરિકે આ હુક્કા પાર્ટીનો વીડિયો ઉતારીને વાયરલ કરી દીધો હતો. આ વીડિયો વાયરલ થવાથી પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠવા લાગ્યા છે. આ વીડિયો પોલીસ સુધી પહોંચતા પોલીસે પણ તપાસ હાથ ધરી છે.