મહારાષ્ટ્રનો સત્તાસંગ્રામ સોશિયલ મીડિયા પર| પેટાચૂંટણીના પરિણામોમાં ભાજપનો પરચમ

  • 2 years ago
આજે લોકસભાની 3 અને વિધાનસભાની 7 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. જેમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં સપાના ગઢ ગણાતા આઝમગઢ અને રામપુરમાં કમળ ખીલ્યું છે. જ્યારે ત્રિપુરામાં 4માંથી 3 વિધાનસભા બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી છે.

બીજી તરફ મહારાષ્ટ્રનો સત્તા સંગ્રામ હવે સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યો છે. ટ્વીટર પર એકનાથ શિંદે V/S સંજય રાઉત વચ્ચે વૉર જામી છે. સંજય રાઉતે ટ્વીટ કરીને બળવાખોરોને પુછ્યું હતું કે, ક્યાં સુધી ગુવાહાટીમાં છૂપાશો? ચોપાટી પર તો આવવું જ પડશે. જ્યારે શિંદેએ જણાવ્યું કે, મારી આ લડાઈ શિવસૈનિકોના લાભ માટે છે.

Recommended