છેલ્લા 24 કલાકમાં 105 તાલુકાઓમા વરસાદ ખાબક્યો

  • 2 years ago
છેલ્લા 24 કલાકમા રાજ્યના 105 તાલુકાઓમા વરસાદ ખાબક્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમા સૌરાષ્ટ્રમા વરસાદી માહોલ જામ્યો છે. તેમાં જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામા સૌથી

વધુ 3 ઈંચ વરસાદ આવ્યો છે. તેમજ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામા અઢી ઈંચ વરસાદ થયો છે.

ભારે વરસાદના કારણે રોડ પર નદીઓ વહેતી થઇ

ઉલ્લેખનીય છે કે પોરબંદરના રાણાવાવ તાલુકામા 2 ઈંચથી વધુ વરસાદ થયો છે. તથા અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામા 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ અન્ય 8 તાલુકામા

એકથી દોઢ ઈંચ વરસાદ થયો છે. તેમજ વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના પંથકમાં એક વરસાદ પડી જવાના કારણે ખેડૂતોમાં

ખુશીનો માહોલ છે. જો કે જૂનાગઢના અનેક તાલુકાઓમાં ભારે વરસાદના કારણે રોડ પર નદીઓ વહેતી થઇ હતી. તો બીજી તરફ ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે શેત્રુંજી ડેમમાં

પાણીની આવક શરૂ થઇ છે. ચોમાસાની શરૂઆતે જ ડેમમાં પાણી આવક થતા ડેમની સપાટી 20.9 ફુટે પહોંચી ગઇ હતી.

તલોદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા

આ ઉપરાંત છોટાઉદેપુરના ક્વાંટ, કુતિયાણા, પોરબંદર, બોડેલી, નખત્રાણા, કપરાડા, મહુવા, ખંભાત અને વડિયા તાલુકામાં એકથી ડોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. તેમજ વરસાદની એન્ટ્રીના

પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના તળાજા, વેરાવળ, બગસરા, મુન્દ્રા, પારડી, લિલિયા, ભેસાણ, જેતપુર, માંડવી, ડાંગ, લાલપુર, સુત્રાપાડા, ડેસર, અમરેલી,

પાલિતાણા, અંજાર, ડભોઇ, વિસનગર અને તલોદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા.

Recommended