વડાપ્રધાનનો વતન પ્રવાસ| અગ્નિપથ યોજનાનો હિંસક વિરોધ યથાવત

  • 2 years ago
વડાપ્રધાન મોદી બે દિવસથી ગુજરાતના પ્રવાસ પર હતા, ત્યારે આજે શનિવારે PM મોદી પોતાની માતા હીરા બાને મળવા માટે ગાંધીનગરના રાયસણ સ્થિત તેમના આવાસ પર પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીના માતા આજે 100 વર્ષના થયા છે, ત્યારે PM મોદીએ તેમના આશીર્વાદ મેળવ્યા હતા. જે બાદ વડાપ્રધાન પાવાગઢ પહોંચ્યા હતા.

અગ્નિપથ સ્કીમનાં વિરોધમાં આજે પણ હિંસક વિરોધ યથાવત છે. બિહાર અને યુપીમાં અનેક બસોને આગચંપી કરવામાં આવી હતી. બિહારમાં 15 જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ સાથે જ યુપી, બિહાર, દિલ્હી અને હરિયાણામાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

Recommended