પિતાએ દિકરા મૂસેવાલાની મૂંછોને આપ્યો તાવ, Video વાયરલ

  • 2 years ago
પ્રખ્યાત પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના ગામ મૂસેવાલામાં દુ:ખનો ગમગીન માહોલ છે. ફેન્સના વીડિયો સામે આવી રહ્યા છે. લોકોએ કહ્યું કે બે-બે દિવસથી તેમના ઘરે જમવાનું બન્યું નથી. સિદ્ધુના મોતથી દરેક લોકો વ્યથિત છે. લોકોના આક્રોશ પણ છે. સિદ્ધૂના વીડિયો શેર થઇ રહ્યા છે. આ બધાની વચ્ચે તેમના પિતાનો એક વીડિયો સામે આવ્યો છે. જવાનજોધ દિકરાના મોતથી પિતા તૂટી ગયા છે, તેઓ પોતાના દિકરાના મૃતદેહ પાસે બેઠા છે અને અંતિમ સમયે પોતાના દિકરાની મૂછોને તાવ આપી રહ્યા છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે પિતા દિકરાને અંતિમ વખત જોઇને ધ્રુસકેને ધ્રુસકે રડી રહ્યા છે. સિદ્ધુ હંમેશા ગાતી વખતે પોતાની મૂંછોને તાવ આપતા હતા. પિતા નહોતા ઇચ્છતા કે છેલ્લી વખત તેની શાન નીચી પડી જાય.

Recommended