વેકેશનને ધ્યાને રાખી 50 ટકા જેટલી બસો ઓછી કરાઈ

  • 2 years ago
સુરત મહાનગર પાલિકા દ્વારા બસ સેવામાં ઘટાડો કરાયો છે. મુસાફરોની સંખ્યામાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાતા પાલીકા દ્વારા 50 ટકા જેટલી બસો ઓછી કરવામાં આવી છે. હાલમાં શાળા અને કોલેજોમાં વેકેશન ચાલે છે એટલે શહેરની 70 વસ્તી વેકેશન માણવા બહાર ગઈ છે ત્યારે સુરત મહાનગર પાલિકાને આર્થિક નુકશાન ન થાય એ માટે પાલિકા સંચાલિત બસોની સંખ્યામાં ઘટાડો કરાયો છે. સામાન્ય દિવસોમાં સુરતના 45 રૂટ પર સીટી બસ અને 13 રૂટ પર BRTS બસ દોડે છે. કુલ મળીને શહેરમાં 650 બસ દોડતી હોય છે. ત્યારે હાલમાં વેકેશનને ધ્યાને રાખી 50 ટકા જેટલી બસો ઓછી કરવા આવી છે.