પાલનપુરમાં પુરવઠા ટીમે 152 ગેસની બોટલ સહિત રૂ.3.92 લાખ જપ્ત

  • 2 years ago
બનાસકાંઠાના પાલનપુરમાંથી ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર ઝડપાયો છે.પાલનપુરના જુના ગંજ બજારમાંથી ઘરેલુ અને કોમર્શીઅલ ગેસ સિલિન્ડરના કાળા બજારનું ખાનગી ગોડાઉન ઝડપાયું છે. ખાનગી ગોડાઉનમાં ઘરેલુ બાટલાઓનો ગેસ કોમર્શીઅલમાં ભરી બમણા ભાવ પડાવી કાળાબજારી ચાલતી હતી. પુરવઠા વિભાગની ટીમે દરોડા પાડી ખાનગી ગોડાઉન ઝડપી પાડ્યું છે. તો ગોડાઉનમાંથી પુરવઠા વિભાગની ટીમે 152 ગેસની બોટલ સહીત રૂ.3.92 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગોડાઉન તોલારામ તીર્થદાસ કુંદનાણીનું હોવાનું સામે આવ્યું છે. ત્યારે પુરવઠા વિભાગની ટીમે મુદ્દામાલ જપ્ત કરી તોલારામ સામે કાર્યવાહી હાથ ધરી છે.

Recommended