CNG ગેસના સતત વધતા ભાવોથી રિક્ષાચાલકો પરેશાન

  • 2 years ago
CNGના બેફામ ભાવધારા સામે રિક્ષાચાલકો હડતાળ પર ઉતર્યા છે. રિક્ષાચાલકોની હડતાળને પગલે શહેરમાં બે લાખ રિક્ષાના પૈડા થંભી જવાનો યુનિયનનો દાવો કરાયો છે. CNG ગેસના સતત વધતા ભાવોથી રિક્ષાચાલકો પરેશાન થઈ ગયા છે. તેથી અમદાવાદ સહિત રાજ્યના રિક્ષાચાલકોનાં CNGનો ભાવવધારો પાછો ખેંચવાને હડતાળ કરી રહ્યા છે, હડતાળને પગલે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી બંધનું એલાન કરવામાં આવ્યું છે. ત્યારે આગામી દિવસોમાં રાજય સ્તરે આંદોલન કરવાની પણ સમિતિએ ચીમકી ઉચ્ચારી છે. મહત્વનું છે કે, સીએનજી ગેસને GSTમાં સામેલ કરવા સમિતિ માંગ કરી રહી છે.