વડોદરા કોર્પોરેશનના શાસકોએ મોટા ઉપાડે મોટીમોટી જાહેરાતો કરી

  • 2 years ago
વડોદરા કોર્પોરેશનના શાસકોએ મોટા ઉપાડે મોટીમોટી જાહેરાતો કરી નવી સાત ઓફિસો તો કાર્યરત કરી દીધી પરંતુ આજ સુધી ઓફિસોમાં સ્ટાફ ન ફાળવાતા નાગરિકોને હાલાકી પડી રહી છે.. એકતરફ નાગરિકોની સુખાકારી વધારવા માટે નવી 7 વોર્ડ ઓફિસ શરૂ કરવામાં આવી હતી પરંતુ આરંભે શુરા સત્તાધિશોએ નવી વોર્ડ ઓફિસમાં માત્ર રેવન્યુ ઓફિસર અને વોર્ડ ઓફિસરની જગ્યા ભરી,, અને ત્રણ ઓફિસનો ચાર્જ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તમામ વોર્ડ ઓફિસમાં ડેપ્યુટી એન્જિનિયર આસિસ્ટન્ટ એન્જિનિયર સેનેટરી ઈન્સપેક્ટર જુનિયર ક્લાર્ક સહિતની નિમણુક બાકી છે,, જેના કારણે અરજદારોની મુશ્કેલી પણ વધી રહી છે.

Recommended