2022ની 15 ઓગસ્ટે પીરાણાના ડુંગરથી મુક્તિ,રોજ 6 હજાર ટન કચરાનો નિકાલ,21 વીઘા જમીન ખુલ્લી થઈ

  • 4 years ago
અમદાવાદ: પીરાણામાં આવેલો કચરાનો ડુંગર હવે દોઢ વર્ષમાં લગભગ નામશેષ થઇ જશે દરરોજ અહીં 4300 ટન કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે છેઆ રીતે દોઢ વર્ષમાં જ કુલ એક કરોડ ટન કચરાનો નિકાલ કરી કચરાના ડુંગરને નાબૂદ કરી દેવાશે જેને કારણે પ્રદૂષણથી પણ અમદાવાદીઓને થોડી ઘણી રાહત મળશે છેલ્લા 40 વર્ષથી બનેલા આ કચરાના ઢગલાને હટાવવા માટે 12 મશીનો કામે લાગ્યા છે એક મોટું મશીન એક હજાર ટન અને અન્ય 11 નાના મશીન 6 હજાર ટન કચરાનો રોજ નિકાલ કરે છે 275 લાખ ટન કચરાનો છેલ્લા છ મહિનામાં જ નિકાલ કરાયો છે, અને અંદાજે 85 એકર(21 વીઘા)થી વધુ જમીન ખુલ્લી કરાઇ છે નેશનલ હાઈવેની પાસે આવેલી રૂ800થી 1000 કરોડની કુલ 65 એકર જમીન ખુલ્લી થશે આ કચરાનો ડુંગર 22 ઓગસ્ટ 2022ના રોજ ઈતિહાસ બની જશે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષના ઓગસ્ટમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે( NGT)રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 6 મહિનામાં જ કામગીરી શરૂ કરવા આદેશ કરી કહ્યું હતું કે ગંદકીના પહાડને દૂર કરવા માટે 12 મહિનાથી વધુ સમય લાગી શકે નહીં