PM મોદીની ટીકા કરતો કોમેડિયન જ્હોન ઓલિવરનો વીડિયો હોટસ્ટારે હટાવ્યો

  • 4 years ago
‘ડિઝની’ની માલિકીની વીડિયો સ્ટ્રીમિંગ એપ ‘હોટસ્ટાર’એ પોતાના પ્લેટફોર્મ પરથી બ્રિટીશ-અમેરિકન કોમેડિયન જ્હોન ઓલિવરનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટીકા કરતો વિવાદાસ્પદ વીડિયો હટાવી લીધો છે ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતના આગલા દિવસે એટલે કે ગયા રવિવારે જ્હોન ઓલિવરના પ્રખ્યાત શો ‘લાસ્ટ વીક ટુનાઈટ’ના તે વીડિયોમાં જ્હોન ઓલિવરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સમગ્ર રાજકીય સફર પર આકરા કટાક્ષ કર્યા હતા આ ઉપરાંત તેણે આ વીડિયોમાં ભાજપ અને RSS પર પણ વ્યંગબાણ ચલાવ્યાં હતાં

એમી અવોર્ડ વિજેતા જ્હોન ઓલિવરે 2002નાં રમખાણોને પગલે નરેન્દ્ર મોદીને અમેરિકાના વિઝા નકારવાની ઘટનાથી લઈને ડોનાલ્ડ ટ્રમ્પને એ જ ગુજરાતની ધરતી પર આવકારવા સુધીની સફર આવરી લીધી હતી જોકે આ વીડિયો પોતાના પ્લેટફોર્મ પરથી દૂર કરવા વિશે હોટસ્ટારે કોઈ ચોખવટ કરી નથી આ વીડિયો જોકે યુટ્યૂબ પર આસાનીથી ઉપલબ્ધ છે

આ પ્રકારના દરેક વિવાદમાં બને છે તેમ લોકોએ પોતાનો ગુસ્સો આ વીડિયો પ્રસિદ્ધ કરનારી એપ હોટસ્ટાર પર ઉતાર્યો હતો તેમણે એપ અનઈન્સ્ટોલ કરવા ઉપરાંત પ્લે સ્ટોરમાં જઈને તેને એક સ્ટાર આપવા માટે પણ પડાપડી કરી મૂકી હતી હોટસ્ટારે આ પ્રકારની સેલ્ફ સેન્સરશિપ અગાઉ પણ બતાવી છે નવેમ્બર, 2019માં જ્હોન ઓલિવરના શોમાં કહેવાયેલા હોટસ્ટારની પેરેન્ટ કંપની ડિઝની પરના જોક્સ કટ કરી નાખ્યા હતા

Recommended