મોદી અને ટ્રમ્પના કાફલાના પ્રવેશદ્વારનો ગેટ તૂટી પડ્યો, સદનસીબે જાનહાની ટળી

  • 4 years ago
ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી જે ગેટ પરથી સ્ટેડિયમમાં પ્રવેશ કરવાના હતા તે જ ગેટ આજે સવારે પવનના કારણે ધરાશાયી થયો હતો સદનસીબે તે સમયે કોઈપણ સુરક્ષાકર્મી કે કામદાર ત્યાં હાજર ન હતા જેથી જાનહાની ટળી હતીડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી સ્ટેડિયમમાં જ્યાંથી એન્ટ્રી લેવાના છે તે ગેટ નંબર 2 પર મોટો પ્રવેશદ્વાર લોખડનો બનાવવામાં આવ્યો છે આજે સવારે એકાએક અચાનક આ ગેટ ધરાશાયી થયો હતો ગેટ તૂટતાં જ આસપાસના લોકો અને સુરક્ષાકર્મીઓમાં ભય ફેલાયો હતો ગેટ પાસે 24 કલાક સુરક્ષાકર્મીઓ હાજર હોય છે સદનસીબે તે સમયે સુરક્ષાકર્મીઓ ગેટથી દુર હતા જેથી કોઈને જાનહાનિ થઈ ન હતી જો વીવીઆઇપી કાફલો તે સમયે પસાર થયો હોત તો દુર્ઘટના સર્જાઈ હોત આ ઉપરાંત મોટેરા સ્ટેડિયમમાં પબ્લિક માટે પ્રવેશ કરવા માટેના મુખ્ય ગેટ પાસે એક મોટું હોડીગ લગાવવામાં આવ્યું હતું આ હોર્ડિંગ પણ અચાનક આજે સવારે ધરાશાયી થયું હતું

Recommended