રાજકોટમાં CAAના સમર્થનમાં તિરંગા યાત્રા, 2 કિમી લાંબો રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર

  • 4 years ago
રાજકોટ: રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે રેસકોર્સ રિંગ રોડ સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યૂથી મુખ્યમંત્રીએ લીલી ઝંડી આપી તિરંગાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું બાદમાં જણાવ્યું હતું કે, દેશને ટૂકડા કરવા નીકળેલા લોકો માટે આ જડબાતોડ જવાબ છે તિરંગાયાત્રા જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક ત્યાંથી ત્રિકોણબાગથી મહાત્મા ગાંધી મ્યુઝિયમ અને ત્યાંથી જ્યુબિલી મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યૂ ખાતે પૂર્ણ થશે આ યાત્રામાં બે કિલોમીટર લંબાઇનો રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે તેમજ હજારો લોકો આ યાત્રામાં જોડાયા છે લોકોના હાથમાં હજારો રાષ્ટ્રધ્વજ પણ જોવા મળી રહ્યા છે I support CAAના બેનર સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઇ છે