ચીનમાં બળજબરીથી વાનમાં લઇ જવાતા એક દર્દીના વીડિયોથી સોશિયલ મીડિયામાં ચર્ચા

  • 4 years ago
ચીનમાં અત્યારે કોરોના વાયરસનો હાહાકાર છે દરરોજ લોકો મોતને ભેટી રહ્યાં છે અને વિશ્વભરની સરકારો અત્યારે આ વાયરસને લઇને ચિંતામાં છે જોકે તેની વચ્ચે અમુક બીજા સવાલો પણ ઉભા થયા છે જેની ચર્ચા સોશિયલ મીડિયામાં થઇ રહી છે અમુક લોકો તેને હોંગકોંગ પ્રદર્શન સાથે પણ જોડી રહ્યાં છે અમુકનું કહેવું છે કે ચીનની સરકાર લોકોનો અવાજ દબાવવા માટે જાણીજોઇને લોકોને બીમાર બનાવીને તેમનો અવાજ દબાવવા માંગે છે ટ્વિટર પર જોન કાર્ડીલો નામના એક મીડિયાકર્મીએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં બળજબરીપૂર્વક એક વ્યક્તિને વેનમાં બેસાડીને લઇ જવામાં આવી રહ્યો છે તે મેડિકલ વેન છે અને સફેદ યુનિફોર્મમાં ચહેરા સુધી ઢંકાયેલા ચાર મેડિકલ કર્મી જેવી વ્યક્તિ તેને પરાણે વેનમાં ઘુસાડી દે છે આ વીડિયો સામે આવ્યા બાદ યુઝર્સ અલગ અલગ સવાલો કરી રહ્યા છે