રેનો ઈન્ડિયાના MD વેંકટરામે કહ્યું- 3 વર્ષમાં ઈલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં તેજી હશે

  • 4 years ago
ગ્રેટર નોઈડામાં બુધવારથી દુનિયાનો બીજો સૌથી મોટો ઓટો શો ‘ઓટો એક્સ્પો 2020’ શરૂ થઈ ગયો છે કાર કંપનીઓ આ વખતે શોમાં પેટ્રોલ-ડીઝલ કરતાં ઇલેક્ટ્રિક કાર પર વધુ ધ્યાન આપી રહી છે ફ્રાંસની ઓટો કંપની ‘રેનો’ (Renault)એ પણ શોમાં ઈલેક્ટ્રિક વ્હીકલ પર વધુ ધ્યાન આપ્યું છે રેનો ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર (MD) વેંકટારામ મમિવાપલ્લીની સાથે ‘ભાસ્કર’ના પત્રકાર નરેન્દ્ર જિજોતિયાએ વાત કરી અને કંપનીના ફ્યૂચર પ્લાન વિશે જાણવાનો પ્રયાસ કર્યો વેંકટરામના જણાવ્યા પ્રમાણે, આગામી બે વર્ષમાં રેનો ભારતમાં એફોર્ડેબલ ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે તે ઉપરાંત તેમણે જણાવ્યું કે, તેમની કંપની આ વર્ષે ભારતમાં બે નવી કાર લોન્ચ કરશે