જૂનાગઢમાં શંકાસ્પદ 2100 ગુણી મગફળીનો જથ્થો સગેવગે, જથ્થો જેતપુરના રબારીકાના વેરહાઉસમાં મોકલી દેવામાં આવ્યો

  • 4 years ago
જૂનાગઢ: જૂનાગઢના માર્કેટીંગ યાર્ડમાં નાફેડ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી હતી બાદમાં આ મગફળીમાં ગોલમાલ કરવામાં આવી હતી આ અંગેની જાણ થતા કિસાન ક્રાંતિના કિશોર પટોળીયા અને કિસાન કોંગ્રેસના અધ્યક્ષ મનિષભાઇ નંદાણીયાએ યાર્ડમાં જનતા રેડ કરી તપાસ હાથ ધરતા સિલબંધ બારદાનોની સ્થિતી શંકાસ્પદ લાગી હતી આથી બારદાન ખોલીને જોતા તેમાંથી સારી મગફળીના બદલે હલકી ગુણવત્તા વાળી મગફળી મળી આવી હતી બાદમાં આવી 156 ગુણી મગફળીના જથ્થાને સિઝ કરવામાં આવ્યો હતો એક તબક્કે અધિકારીએ માલમાં ગોલમાલ થયાનું સ્વિકારી લીધું હતું જ્યારે ગાંધીગ્રામના ગોડાઉનમાં તપાસ કરતા ત્યાંથી પણ બારદાનમાં ભેળસેળ વાળી મગફળીનો જથ્થો મળી આવ્યો હતો જોકે આટ આટલું થવા છત્તાં જવાબદાર અધિકારીઓ દ્વારા શરમ નેવે મુકીને આ જથ્થાને સગેવગે કરવામાં આવી રહ્યો છે મનિષભાઇ નંદાણીયાએ જણાવ્યું હતું કે, આવા જથ્થાને સગેવગે કરવા માટે 7 ટ્રકમાં અંદાજે 2,100 ગુણી મગફળી ભરીને જેતપુર તાલુકાના રબારીકાના વેરહાઉસમાં મોકલી દેવામાં આવ્યો છે ભેસાણમાં પણ મગફળી કૌભાંડનું ભૂત ધુણ્યું છે