ભરૂચના લિંક રોડ પર ટેન્કરની ટક્કરે સાયકલ પર જઈ રહેલા બે બાળકો આવતાં એકનું મોત

  • 4 years ago
ભરૂચ: ભરૂચના લિંકરોડ પર નગરપાલિકાના ટેન્કર ચાલકે સાયકલ પર જઈ રહેલા 2 બાળકોને ટક્કર મારતા અકસ્માત થયો છે જેમાં અકસ્માતમાં એક બાળકનું મોત નિપજયુ છે જ્યારે એક બાળક ઇજાગ્રસ્ત થયો છેએક બાળકના મોતના પગલે સિવિલ હોસ્પિટલ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં આ ઉપરાંત નગર પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર પણ દોડી આવ્યા હતા અકસ્માતમાં જયરાજ ચૌહાણનું મોત થયુ છે અને જિયાન જાદવ ઇજાગ્રસ્ત થયો છે જેને સારવાર માટે હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો છે