70 વર્ષથી પુસ્તક પ્રસાર ક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન કરનાર ભાવનગરની લોકમિલાપ સંસ્થા આજથી વિરામ લેશે

  • 4 years ago
ગુજરાતી ભાષા અને સાહિત્યની વાત આવે ત્યારે સર્જક અને વાચક વચ્ચે કડીરૂપ બનતી પુસ્તક પ્રકાશન સંસ્થાઓની નોંધ પણ અવશ્ય લેવી જ પડે ગુજરાતી સાહિત્ય અને સંસ્કારિતાના ઘરેણાંરૂપ ગણાય એવી ભાવનગરની લોકમિલાપ સંસ્થા 70 વર્ષ પછી રવિવારે બંધ થઈ રહી છે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર મહેન્દ્ર મેઘાણી અને પરિવારજનો સંચાલિત આ સંસ્થાએ અનેક મૂલ્યવાન પ્રકાશનો ઉપરાંત અન્ય પ્રવૃત્તિઓ દ્વારા ગુજરાતની ત્રણ પેઢીમાં સંસ્કારિતાનું સિંચન કર્યું છે લોકમિલાપ જેવી સંસ્થા બંધ થવાથી ગુજરાતી સાહિત્યને કદી ન પૂરી શકાય એવી મોટી ખોટ પડશે