અજરપૂરા ગામના કૂવામાં પડેલા મોરને શાળાના શિક્ષકે જીવ જોખમમાં મૂકી બચાવ્યો

  • 4 years ago
નડિયાદ:મહેમદાવાદના હલદરવાસ તાબે અજરપૂરા ગામમાં આજે કોઇ કારણોસર એક મોત કૂવામાં પડી ગયો હતો મોર કૂવામાં પડ્યો છે તે વાત આખા ગામમાં ફેલાઇ ગઇ હતી લોકોના ટોળેટોળા કૂવા પાસે એકત્ર થઇ ગયા હતા જોકે કોઇએ પણ કૂવામાં ઉતરવાનો સાહસ કર્યો ન હતો અંગે શાળાના શિક્ષકે કૂવામાં ઉતરી મોરને બચાવવાનું નક્કી કર્યું શિક્ષક ખાટલાના સહારે અંદાજે 50 ફૂટ ઉંડા કૂવામાં ઉતર્યા અને હેમખેમ મોરનો જીવ બચાવ્યો હતો શિક્ષકની બહાદૂરી જોઇ ગ્રામજનોએ તેમની વાહવાહ કરી હતી