ઈરાને કહ્યું,સેનાએ ભૂલથી પ્લેન પર મિસાઈલ છોડી, કમાન્ડરે કહ્યું- શૂટડાઉનની જવાબદારી મારી

  • 4 years ago
ઈરાન અને અમેરિકા વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધ જેવી પરિસ્થિતી નિર્માણ પામી છે અમેરિકાએ 3 જાન્યુઆરીએ ઈરાનની કુર્દસ સેનાના જનરલ કાસમ સુલેમાની પર ડ્રોન હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો ત્યાર બાદ ઈરાને 7 જાન્યુઆરીના રોજ અમેરિકાના 2 આર્મી બેઝ પર 22 મિસાઈલ છોડી હતી જેમાં 80 અમેરિકન જવાનો માર્યા ગયા હોવાનું અનુમાન છે



આ ઘટનાઓ વચ્ચે 8 જાન્યુઆરીએ ઈરાનમાં યુક્રેનનું બોઈંગ 737 વિમાન ક્રેશ થયું હતુ જેમાં 176 લોકોનાં મોત થયા હતા ઘટના પછી તરત જ યુક્રેને કહ્યું હતું કે, આ દુર્ઘટના ટેક્નિકલ ખરાબીના કારણે નથી થઈ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પણ ગુરુવારે બોઈંગ વિમાન ઈરાની મિસાઈલથી જ દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાની આશંકા વ્યક્ત કરી હતી શુક્રવારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને બ્રિટિશ પીએમ બોરિસ જોનસને ખાનગી સૂત્રોથી દાવો કર્યો હતો કે, વિમાન ઈરાનની મિસાઈલ અથડાવાના કારણે દુર્ઘટના ગ્રસ્ત થયું છે ઈરાને પહેલાં તો બંને નેતાઓને આ દાવો કરતાં પુરાવા આપવા કહ્યું હતું ત્યાર બાદ સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં આગનાં ગોળામાં ફેરવાયેલું બોઈંગ વિમાન ઝડપથી ધરતી પર પડતું નજરે ચઢ્યું હતુ જે બાદ પણ ઈરાનના રાષ્ટ્રપતિ રુહાનીની સરકારે વિમાનને મિસાઈલ અથડાવાની વાતને નકારી કાઢીને કહ્યું હતુ કે, તે સમયે ત્યાંથી ઘણા સ્થાનિક અને આંતરરાષ્ટ્રિય વિમાનોએ ઉડાન ભરી હતી



આ નિવેદનો વચ્ચે શુક્રવારે બીજો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો જેમાં યુક્રેનના વિમાનને મિસાઈલથી અથડાયા પછી વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયેલું જોવા મળ્યું હતું જોકે હવે ઈરાને શનિવારે જાહેરાત કરી છે કે, તેમની સેનાએ ભૂલથી યુક્રેનના પેસેન્જર પ્લેન પર મિસાઈલ છોડી છે સરકાર તરફથી આપવામાં આવેલા નિવેદનમાં તેને માનવિય ભૂલ ગણાવવામાં આવી છે



ઉલ્લેખનીય છે કે, આ ઘટનાના મૃતકોમાં 63 જેટલાં કેનેડાના નાગરિકો, 82 ઈરાની, 11 યુક્રેનના, 10 સ્વિડિશ અને જર્મની-બ્રિટનના 3-3 નાગરિકોના મોત થયા છે જોકે હવે આ દેશોની સરકાર ઈરાન સરકાર સામે કેવા પગલાં લેશે તે હવે જોવાનું રહ્યું

Recommended