પાંચ બાળકોની માતા છેલ્લા 15 વર્ષમાં સાત લાખ રૂપિયાનો ટૅલ્કમ પાઉડર ખાઈ ગઈ

  • 4 years ago
ઈંગ્લેન્ડમાં આવેલા પેઇગન્ટનના પાસે આવેલા ડેવોનની વતની એવી એક મહિલાએ તેની અજીબોગરીબ લતનો સ્વીકાર કરતાં જ તે ચર્ચામાં આવી છે પાંચ બાળકોની માતા એવી 44 વર્ષીય લિસા એન્ડરસન છેલ્લા 15 વર્ષથી રોજ ટૅલ્કમ પાઉડર ખાય છે પોતાની આ લત એ હદે વિસ્તરી છે કે તે ટૅલ્કમ પાઉડરનો 200 ગ્રામનો ડબ્બો તો રોજ ખાઈ જ જાય છે લિસાના જણાવ્યા મુજબ આ લત તેને 15 વર્ષ પહેલાં લાગી હતી પોતાના નવજાતને સ્નાન કરાવતાં સમયે તેને પહેલીવાર જોનસન એન્ડ જોનસન બેબી પાઉડર ખાવાની વિચિત્ર ઈચ્છા થઈ હતી તે દિવસે પ્રથમ વખત પાઉડરનો સ્વાદ ચાખ્યા બાદ તેને અજાણતાં જ લત લાગી ગઈ હતી જે આજે પંદર વર્ષ બાદ પણ ગઈ નથી આટલા વર્ષોમાં તે અંદાજે 75 લાખનો ટૅલ્કમ પાઉડર ખાઈ ગઈ છે તે દર અડધા કલાકે પાઉડર ખાય છે આટલું જ નહીં પણ તેને ઘણીવાર તો રાત્રે પણ પાઉડર ખાવાની તલપ લાગે છેલિસાએ પણ તેના પાર્ટનરથી દસ વર્ષ સુધી આ વાત છૂપાવી રાખી હતી
પોતાની આ લતથી છૂ઼ટકારો મેળવવા માટે તે હવે ડોક્ટર્સના શરણે પહોંચી છે ડોક્ટર્સના જણાવ્યા મુજબ તે PICA નામના સિન્ડ્રોમનો તે શિકાર બની છે જેમાં લોકો નોન ઈટિંગ આઈટમ ખાવાની લત ધરાવતા થઈ જાય છે

Recommended