આંગણવાડી વર્કર બહેનોએ વિવિધ પડતર માંગણીઓને લઇને વિરોધ પ્રદર્શન કર્યું, હડતાળની ચીમકી ઉચ્ચારી
  • 4 years ago
ભરૂચઃરાષ્ટ્રવ્યાપી હડતાલને પગલે ભરૂચ કલેક્ટર ખાતે મોટી સંખ્યામાં આંગણવાડીની વર્કર અને હેલ્પર બહેનોએ એકત્રિત થઇને વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને વિવિધ પડતર માંગણીઓ પૂર્ણ કરવાની માંગ કરી હતીઆંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગણી કરી હતી કે, આઇસીડીએસનું સીધું કે આડકતરું ખાનગીકરણ બંધ કરવું, તેમજ પ્રિ-સ્કૂલનો સમાવેશ આંગણવાડી કેન્દ્રમાં જ રાખવો, તમામને 21 હજાર રૂપિયા લઘુતમ વેતન આપવું અને લઘુતમ પેન્શન 10 હજાર રૂપિયા આપવાની માંગ કરી હતી જેવી રીતે દેશના મોટાભાગના રાજ્યોમાં આપવામાં આવતા વેતન પ્રમાણે ગુજરાત સરકાર પણ વેતન આપે તેવી માંગ કરી હતી
Recommended