કાઇટ ફેસ્ટિવલમાં રિમોટ પતંગે આકર્ષણ જમાવ્યું, લાઈટને કારણે રાત્રે પણ પતંગ ઉડાવી શકાય

  • 4 years ago
વીડિયો ડેસ્કઃ અમદાવાદમાં ઇન્ટર નેશનલ કાઇટ ફેસ્ટિવલની 7 જાન્યુઆરીથી શરૂઆત થઈ ચૂકી છે આ વખતે ફેસ્ટિવલમાં સુરતના ત્રણ યુવકોએ રિમોટ પતંગ ઊડાડી હતી આ પતંગ બનાવવાનો હેતુ છે કે, પક્ષીને પતંગની દોરીને લીધે થતી ઈજાથી બચાવી શકાય આ પતંગ સંપૂર્ણ રિમોટની મદદથી દિવસે અને રાત્રે પણ આકાશમાં ઊડી શકે છે રિમોટ પતંગની સાઇઝ નોર્મલ પતંગ જેવડી જ છે પતંગને આકાશમાં ઊડાડવા માટે એક ઇલેક્ટ્રિક પંખો, ટ્રાન્સમીટર અને બેટરી લગાડવામાં આવી છે રાત્રે પતંગ ઊડાવાનો ઉત્સાહ બેવડાય તે માટે પતંગમાં LED લાઇટ પણ લગાડવામાં આવી છે

Recommended