એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરોએ હોબાળો કર્યો

  • 4 years ago
દિલ્હીથી મુંબઈ જનારી એર ઈન્ડિયાની ફ્લાઈટને ઉડાન ભરવામાં લેટ થતાં જ મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો આ ઘટના 2 ડિસેમ્બર ગુરૂવારે બની હતી જેનો વીડિયો હવે સામે આવ્યો હતો ટેકનિકલ કારણોસર આ ફ્લાઈટ ડિલે થઈ હતી જેના કારણે મુસાફરોએ ક્રૂ મેમ્બર્સ સાથે ઝઘડો કર્યો હતો આટલું ઓછું હોય તેમ તેમણે કોકપિટનો દરવાજો તોડી નાખવાની ધમકી આપીને તેને ખોલવાનો પણ પ્રયત્ન કર્યો હતો આખી ઘટના અન્ય કોઈ મુસાફરે કેમેરામાં કેદ કરી હતી આ મામલે મેનેજમેન્ટે પણ ક્રૂ મેમ્બર્સ પાસે રિપોર્ટ માગ્યો હોવાનું સામે આવ્યું છે સામે મુસાફરોનો આક્ષેપ હતો કે ફલાઈટ લેટ ઉપડવાની છે તેની તેમને કોઈ જ આગોતરી જાણ કરાઈ નહોતી

Recommended