હિંમતનગરના આગીયોલમાં ડ્રોન ઉડાડી લોકોના પ્રોપર્ટી કાર્ડ બનાવાયા, ગુજરાતના 3 જિલ્લાના એકએક ગામમાં પાયલોટ પ્રોજેક્ટ

  • 4 years ago
હિંમતનગર:સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના આગીયોલ ગામે આજે પ્રોપર્ટી કાર્ડ માટે ડ્રોન થકી એક પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો ડ્રોન થકી ડિજિટલ ઇમેજના આધારે ગામના તમામ લોકોનો પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યા હતા રાજ્યના 3 જિલ્લાના એક- એક ગામમાં પાયલોટ પ્રોજક્ટ હાથ ધરાવામાં આવ્યો છે આગીયોગમાં માત્ર 50 મિનિટમાં જ આખા ગામના લોકોના પ્રોપર્ટી કાર્ડ બનાવી દેવાયા હતા
ડ્રોનથી પ્રોપર્ટી કાર્ડ બનાવાતા સમય શક્તિનો બચાવ
જિલ્લામાં એક માત્ર ગામમાં હાથ ધરાયેલા આ પ્રોજેક્ટથી 50 મિનિટમાં જ તમામના પ્રોપર્ટી કાર્ડ બની ગયા હતા પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં સમય અને શક્તિનો બચાવ થયો હતો ડ્રોન દ્વારા લેવાયેલી જે તે વિસ્તારની તસવીરને પગલે તેનું ઝીણવટપૂર્વક અભ્યાસ થાય છે જેને પગલે કોઈપણ પ્રકારની ક્ષતિ વગરનું પ્રોપર્ટી કાર્ડ બની શકે છે ડ્રોનથી પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટે ગુજરાતમાં ભાવનગર, અમદાવાદ અને સાબરકાંઠાના એક એક ગામડાને પાયલોટ પ્રોજેક્ટમાં પસંદગી કરવામાં આવી છે જેમાં સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના આગીયોગ ગામને પસંદ કરવામાં આવ્યું છે
સર્વેયરો દ્વારા પ્રોપર્ટી કાર્ડ બનાવવા છ મહિના લાગે છે
રાજ્યભરમાં સર્વેયરો દ્વારા ચારથી છ માસ સુધી વિવિધ પ્રકારના આયોજનો અને સાધન સામગ્રી દ્વારા પ્રોપર્ટી કાર્ડ બનાવવાની તજવીજ હાથ ધરાયા બાદ પણ કોઈપણ ગામના પ્રોપર્ટી કાર્ડ હજુ સુધી બની શક્યા નથી તેવા સમયે સરકારે ડ્રોન થકી ડિજિટલ ટેક્નિકનો ઉપયોગ કરી પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટે એક નવું સોપાન હાંસલ કરશે એવો માહોલ આગીયોલ ગામે જોવા મળ્યો હતો જોકે સરકાર આગામી સમયમાં 18 હજાર ગામડાં ડ્રોન દ્વારા પ્રોપર્ટી કાર્ડ બનાવવાનું આયોજન કરવા જઈ રહી છે જેમાં કોઈ પણ ગામના એકથી દોઢ કિલોમીટરની ત્રિજ્યામાં આવેલી મિલકત ધારકોની પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટે ડ્રોનનો ઉપયોગ કરી અવકાશી તસવીર લઈ તેનું બારીકાઇ તેમજ ઝીણવટપૂર્વકની ઈમેજ થકી ગણતરીની મિનિટોમાં જ જે તે ગામનું કામ પૂર્ણ કરી લેશે

લોકોના ટોળા ઉમટ્યા, અધિકારીઓએ પધ્ધતિને બિરદાવી
આજે 31મી ડિસેમ્બરે વર્ષના છેલ્લા દિવસે આગીયોલ ગામમાં પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાતા લોકો અને વિદ્યાર્થીઓ ડ્રોન દ્વારા થતી પ્રોપર્ટી કાર્ડની કામગીરી જોવા ઉમટી પડ્યા હતા તો રાજ્યમાં સાબરકાંઠામાં માત્ર આગીયોલ ગામની પાયલોટ પ્રોજેક્ટમાં પસંદગી થયા બાદ ડિજિટલ ક્રાંતિ થકી આગામી સમયમાં કેટલી સરળતાથી પ્રોપર્ટી કાર્ડ બનાવી શકાશે તેનો તાગ મેળવી શકાયો હતો આજે આ પાયલોટ પ્રોજેક્ટના શુભારંભ સાથે ગાંધીનગરથી લઈ સાબરકાંઠા જિલ્લાના તમામ અધિકારીઓ પાયલોટ પ્રોજેક્ટની પધ્ધતિને બિરદાવી હતી તેમજ આગામી સમયની ડિજિટલ ક્રાંતિને પણ બિરદાવી હતી સાથેસાથે રાજ્ય સરકારના પ્રયાસને મદદરૂપ થવાની આશા વ્યક્ત કરી હતી