જયકર ભોજકનું દારૂબંધીની મજાક ઉડાવતું સોંગ વાઈરલ,

  • 4 years ago
અમદવાદઃગુજરાતી સિંગર જયકર ભોજકની ફિલ્મ ‘ઠન ઠન ગોપાલ’નું ગુજરાતની દારૂબંધીની મજાક ઉડાવતું સોંગ વાઈરલ થયું છે જેમાં ગુજરાતમાં રોજ લાખો રૂપિયાની શરાબની બોટલો ઠલવાતી હોવાનો અને દારૂના નામે લાંચ લેવાતી હોવાનો ઉલ્લેખ કર્યો છે આ ગીત અત્યારે વાઈરલ થવા પાછળ એક એવી પણ ચર્ચા છે કે, ગુજરાતમાં હાલ દારૂબંધી મામલે ભારે વિવાદ ચાલી રહ્યો છે ખાસ કરીને થોડા સમય પહેલા રાજસ્થાનના કોંગ્રેસના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતની દારૂબંધી અંગે વિવાદ છેડ્યો હતો જેનો ગુજરાત સરકારે જવાબ આપ્યો હતો આમ છતાં પણ હાલ દારૂબંધીના વિવાદની સાથે થર્ટી ફર્સ્ટ હોવાને કારણે આ સોંગ વધુ વાઈરલ થઈ રહ્યું છે