સુરતમાં બેંકમાંથી નીકળતા લોકોને નોટના બંડલની જગ્યાએ કાગળની થપ્પી પકડાવતી ગેંગ પકડાઈ

  • 4 years ago
સુરતઃપાંડેસરા પોલીસે બાતમીના આધારે ભેસ્તાન ત્રણ રસ્તા પાસેથી ચાર ગઠિયાઓને ઝડપી પાડ્યા છે તેઓ બેંકની બહાર ઊભા રહીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરીને તેમની પાસેથી રૂપિયા લઈને તેમને કાગળની થપ્પી પધરાવી દઈ ફરાર થઈ હતા પાંડેસરા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે કોન્સ્ટેબલ હરપાલસિંહને બાતમી મળી હતી કે, બેંકોની બહાર લોકોને છેતરતી ટોળકી કારમાં ફરી રહી છે તે થોડા સમયમાં ભેસ્તાન ત્રણ રસ્તા પાસે એસબીઆઈ બેંક પાસે આવવાના છે તેથી પાંડેસરા પોલીસે ભેસ્તાન ત્રણ રસ્તા પાસે કારમાં આવેલા આરોપીઓ દીપક ઉમાદત્ત બૈધનાથ પાંડે (રહે વલ્લભ રેસિડેન્સી, હલદરૂ રોડ, કડોદરા), કમલેશ ઉર્ફે રાજ શાહ સત્યનારાયણ તિવારી (રહે રામક્રિષ્ણા સોસાયટી, ગોડાદરા), ઉમાશંકર ઉર્ફે મનોજ બંસીલાલ બિંદ (રહે વૃંદાવન સોસાયટી, જોલવા, કડોદરા) અને એક કિશોરને પકડી લીધો હતો તેમની પાસેથી કાર, મોબાઇલ ફોન અને કાગળની થપ્પી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે