અઢી લાખ લોકોની માંગ-ન્યુ યર નિમિત્તે સિડનીમાં આતશબાજી ન કરો, ખર્ચની રકમ અસરગ્રસ્ત ખેડૂતોને આપો

  • 4 years ago
ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગની સ્થિતિને ધ્યાનમાં રાખી આ વર્ષે સિડનીમાં નવા વર્ષ નિમિત્તે આતશબાજીને રદ્દ કરવાની માંગ કરવામાં આવી રહી છે આ ઓનલાઈન પિટીશન મારફતે સહી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે આ ઝુંબેશમાં માંગ કરવામાં આવી છે કે કાર્યક્રમ પાછળ જે ખર્ચ થવાનો છે તે નાણાં આગને લીધે અસર પામેલા વિસ્તારોના ખેડૂતો માટે રાહત કાર્યો પાછળ ખર્ચ કરવામાં આવે અત્યાર સુધીમાં અઢી લાખ લોકોએ આ ઝુંબેશના સમર્થનમાં સહી કરી છે

અધિકારીઓના મતે આ વર્ષ આતશબાજી પાછળ 45 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવનાર છે અરજદારોનું કહેવું છે કે જંગલોની આગથી સિડની અને અન્ય મુખ્ય શહેરો અગાઉથી જ પ્રદૂષિત છે આ સંજોગોમાં આતશબાજીને લીધે ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે પૂર અને આગની સ્થિતિને લીધે આ વર્ષ ઓસ્ટ્રેલિયા માટે પડકારજનક બની રહ્યું છે, માટે સિડની ઉપરાંત દેશના કોઈ પણ રાજ્યમાં અતશબાજી થવી જોઈએ નહીં

Recommended