CMના બંગલાની દિવાલ પર અપમાનજનક શબ્દો લખાયા,ફડણવીસના કાર્યાલયે બદનામ કરવાનું રાજકારણ ગણાવ્યું

  • 4 years ago
મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસ સ્થાન એટલે કે મલબાર હિલ પર આવેલા 'વર્ષા' બંગલાની દિવાલ પર કેટલાક અપમાનજક શબ્દ લખેલા જોવા મળ્યા છે આ અંગે વિવાદ શરૂ થઈ ગયો છે હકીકતમાં દિવાળ પર UT લખી અપમાનજનક વાત લખવામાં આવી હતી આ ઉપરાંત ભાજપ રોક્સ, દેવેન્દ્ર ફડણવીસ રોક્સ જેવી વાતો પણ લખવામાં આવી છે આ અંગેનો એક વિડિયો પણ સામે આવ્યો છે જોકે, એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ શબ્દ કોણે લખ્યા છે આ સાથે સ્પષ્ટ સંકેત મળ્યા છે કે બંગલામાં આવવા-જવાની અનુમતિ મળી હોય તેવી કોઈ વ્યક્તિ દ્વારા જ આ કામ કરવામાં આવ્યું છે

દેવેન્દ્ર ફડણવીસના કાર્યાલયે આ અંગે નિવેદન આપી પોતાનો પક્ષ રજૂ કર્યો છે તેમણે કહ્યું છે કે ભૂતપુર્વ મુખ્યમંત્રીએ જ્યારે આ બંગલો છોડ્યો હતો ત્યારે દિવાલ પર કંઈ પણ લખાયેલુ ન હતુ આ ખૂબ જ ગંદુ અને નિમ્ન કક્ષાનું રાજકારણ છે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે આ અમને બદનામ કરવાનો પ્રયત્ન છે શિવસેનાના નેતા અને પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું છે કે લોકો બધુ જ સમજે છે

Recommended