દિલ્હીમાં ઠંડીએ 118 વર્ષનો રેકોર્ડ તોડ્યો,મિનિમમ તાપમાન 4.2 ડિગ્રીએ પહોંચ્યું
  • 4 years ago
દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે શુક્રવારની સવારે ન્યૂનતમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે દિલ્હીમાં 118 વર્ષ પછી બીજી વખત ડિસેમ્બર મહિનામાં આટલી ઠંડી નોંધવામાં આવી છે આ પહેલાં 1901માં દિલ્હીમાં તાપમાન આટલું નીચુ નોંધવામાં આવ્યું હતું

એનસીઆર સહિત સમગ્ર ઉત્તર પશ્ચિમ ભારતમાં સતત ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ગુરુવારે દિલ્હીમાં ડિસેમ્બર 2019નો સાતમો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો મહત્તમ તાપમાન સામાન્યથી 7 ડિગ્રી નીચે 134 નોંધવામાં આવ્યું હતું પાલમ કેન્દ્રનું તાપમાન સામાન્ય કરતા 9 ડિગ્રી નીચે 118 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે 1901થી 2019 દરમિયાન એટલે કે આ 118 વર્ષ દરમિયાન 4 વર્ષ- 1919, 1929, 1961 અને 1997માં ડિસેમ્બરમાં મહત્તમ તાપમાન 20 ડિગ્રી કરતા નીચે નોંધવામાં આવ્યું છે જ્યારે આ વર્ષે 26 ડિસેમ્બરે એવરેજ તાપમાન 1985 ડિગ્રી નોંધવામાં આવ્યું છે
Recommended