રાજકોટમાં ભૂગર્ભ ગટરની લાઇનમાં ભંગાણ, લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા

  • 4 years ago
રાજકોટ: શહેરના રેલનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરની લાઇનમાં ભંગાણ થતા આસપાસમાં આવેલા મકાનોમાં પાણી ઘૂસી જતા લોકો પરેશાન થયા છે લોકોએ ગટરનું દુર્ગંધ મારતું પાણી પોતાના ઘરમાં આવતા રોકવા માટે રેતીથી ભરેલી કોથળીઓની આડશ કરી હતી ઋષિકેશ પાર્ક મેઇન રોડ પર ભૂગર્ભની પાઇપલાઇન તૂટતા રોડ-રસ્તા પર નદીના જેમ પાણી ફરી વળ્યું હતું આથી ભરશિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા મનપા દ્વારા ભૂગર્ભ ગટરના રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે

Recommended