2.5 મીટરનો કૂદકો ને 1.5 સેકન્ડ સુધી હવામાં રહીને રોનાલ્ડોએ ફટકાર્યો ગોલ

  • 4 years ago
દુનિયાના સર્વશ્રેષ્ઠ સ્ટ્રાઈકરમાં જેની ગણના થાય છે તેવા ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ બુધવારે જે રીતે ગોલ કર્યો હતો તેનો વિડીયો જોઈને તેના ફેન્સ પણ આશ્ચર્ય પામ્યા હતા ઈટલીની સિરી એ ફૂટબોલ લીગમાં સેંપડોરિયાની સામે રમાઈ રહેલી આ મેચમાં રોનાલ્ડોની જુવેન્ટ્સ ટીમે 2-1થી જીત પણ મેળવી હતી આ શાનદાર જીતમાં રોનાલ્ડોના હેડર ગોલનો પણ અગત્યનો ફાળો હતો રોનાલ્ડોએ આ મેચમાં 45મી મિનિટે ગોલ કર્યો હતો તેણે જમીનથી લગભગ 25 મીટર જેટલો જમ્પ કરીને હેડર ગોલ કર્યો હતો આ સમયગાળા દરમ્યાન તે અંદાજે 15 સેકન્ડ સુધી હવામાં જ રહ્યો હતો સામાન્ય રીતે બાસ્કેટબોલમાં જ જોવા મળતો આવો નજારો ફૂટબોલની મેચમાં જોવા મળતાં જ સ્ટેડિયમમાં હાજર દર્શકોએ પણ ચિચિયારીઓ પાડીને વધાવી લીધો હતો