શાહઆલમમાં કાશ્મીર સ્ટાઈલમાં મોઢે રૂમાલ બાંધી પથ્થરમારો, 20 પોલીસ ઘાયલ, ટીયરગેસના 20થી વધુ શેલ છોડાયા

  • 4 years ago
અમદાવાદ: સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટના વિરોધમાં મુસ્લિમ સંગઠનોએ ગુરુવારે ગુજરાત બંધનું એલાન આપ્યું છે ત્યારે સાંજે શહેરના શાહઆલમ વિસ્તારમાં વિરોધ કરનારાઓએ તોફાન મચાવ્યું હતું તેમજ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો કાશ્મીરી સ્ટાઈલમાં પોલીસ પર હુમલો કરાતા તેમાં 20 જેટલા પોલીસ કર્મીઓ અને કેટલાક મીડિયાકર્મી ઘાયલ થયા હતા પોલીસ કર્મીઓમાં ઝોન-6 ડીસીપી, એસીપી આરબીરાણા, બે પીઆઈ, ચારથી વધુ પીએસઆઈ અને પાંચથી સાત કોન્સ્ટેબલ સહિતના પોલીસ કર્મીઓને પકડી પકડીને માર્યા હતા જ્યારે પોલીસે તોફાનીઓને કાબુમાં લાવવા માટે 20થી વધારે ટીયરગેસના શેલ છોડ્યા હતા