‘ગલી બૉય’ ઑસ્કારની રેસમાંથી આઉટ, ફ્રાંસ-સ્પેનની ફિલ્મોની એન્ટ્રી
  • 4 years ago
રણવિર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર બૉલિવૂડ ફિલ્મ ગલી બૉય હવે ઓસ્કારની રેસમાંથી આઉટ થઈ ગઈ છે જોયા અખ્તર ડાયરેક્ટેડ આ ફિલ્મ થોડા સમય પહેલા જ ઓસ્કાર માટે નોમિનેટ થઈ હતી જ્યારથી ગલી બોયને ઓસ્કાર માટે પસંદ કરવામાં આવી હતી ત્યારથી ઈન્ડિયાને ઘણી આશાઓ હતી કારણકે આ ફિલ્મને દર્શકોએ પણ ખુબ પસંદ કરી હતી અને બોક્સ ઓફિસ પર પણ ખાસ્સી કમાણી કરી હતી પરંતુ હવે દુખદ વાત એ છે કે ગલી બૉય, બેસ્ટ ઈન્ટરનેશનલ ફિલ્મના નોમિનેશન માટે પસંદ કરાયેલી 10 ફિલ્મોમાં જગ્યા બનાવી શકી નથી અને હવે જે ફિલ્મો આ એવોર્ડ માટે નોમિનેટ થઈ છે તે સાઉથ કોરિયા, સ્પેન, અને સેનેગલની ફિલ્મો છે ગઈ કાલે બેસ્ટ ઈન્ટરનેશનલ ફિચર ફિલ્મોને શૉર્ટલિસ્ટ કરવામાં આવી જેમાં પેરાસાઇટ, પેન એન્ડ ગ્લોરી અને અટલાંટિક્સ જેવી ફિલ્મો છે આ વખતે પહેલી વાર ઓફિશિયલી બેસ્ટ ઈન્ટરનેશન ફિચર ફિલ્મની કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ આપવામાં આવશે જે પહેલા માત્ર બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ કેટેગરી જ હતી આ કેટેગરીમાં ગલી બૉય સાથે દુનિયાભરની 91 ફિલ્મોને સામેલ કરવામાં આવી હતી જેમાંથી ગલી બોય હવે આઉટ થઈ ગઈ છે